તાપી જિલ્લાના વ્યારામાં શનિવારે ભરાતા બજારથી હાલાકી

Featured Video Play Icon
Spread the love

તાપી જિલ્લાના વ્યારામાં શનિવારે ભરાતા બજારથી હાલાકી
હાલાકી અંગે જિલ્લા નિવાસી કલેક્ટરને લેખિત રજૂઆત
એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો પણ પસાર થઈ શકતા નથી.

તાપી જિલ્લાના વ્યારામાં આવેલા કાનપુરા વિસ્તારના રહીશોએ દર શનિવારે ભરાતા બજારના કારણે પડતી હાલાકી અંગે જિલ્લા નિવાસી કલેક્ટરને લેખિત રજૂઆત

તાપી જિલ્લાના વ્યારામાં આવેલા કાનપુરા વિસ્તારના રહીશોએ દર શનિવારે ભરાતા બજારના કારણે પડતી હાલાકીને લઇ રહીશોની માંગ છે કે આ બજારને કાયમી ધોરણે અન્ય વિસ્તારમાં ખસેડવામાં આવે.રજૂઆતમાં સ્થાનિકોએ મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર ભાર મૂક્યો છે, ટ્રાફિક અને અવર જવરમાં મુશ્કેલી તેમજ બજારના કારણે રસ્તાઓ પર લારી-ગલ્લાના દબાણ વધે છે, જેનાથી એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો પણ પસાર થઈ શકતા નથી.

ઐતિહાસિક રામજી મંદિર પાસે ભીડ જમા થવાથી દર્શનાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગંદકી અને પ્રદૂષણ: બજાર બાદ વિસ્તારમાં ફેલાતી ગંદકી અને ઘોંઘાટથી લોકો પરેશાન છે. રહીશોએ ચીમકી આપી છે કે જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે, તો તેઓ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશે અને ઉગ્ર આંદોલન પણ કરી શકે છે. જોકે, રહીશોએ સ્પષ્ટતા કરી છે કે તેમનો વિરોધ કોઈ જ્ઞાતિ કે ધર્મ સામે નથી, પરંતુ માત્ર પોતાની અસુવિધા સામે છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *