સુરતમાં ગુનેગારોની પોલીસ શાન ઠેકાણે પાડી
લિંબાયત વિસ્તામાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ
પોલીસે વાહન ચેકીંગ દરમિયાન એક વ્યક્તિને ચપ્પુ સાથે ઝડપી પાડ્યો
સુરતમાં ગુનેગારોની પોલીસ શાન ઠેકાણે પાડી રહી છે ત્યારે પરપ્રાંતિયોથી ખદબદતા લિંબાયત વિસ્તામાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ફરી એક વ્યક્તિને ચપ્પુ સાથે ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ સહિતનાઓ દ્વારા શહેરમાં શાંતિ, સલામતી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા આપેલી સુચનાને લઈ પીઆઈ ડીડી ચૌહાણની ટીમ પીએસઆઈ કેપી જાડેજા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે લિંબાયત જંગલશા બાવા દરગાહ પાસે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમના અહેકો વિક્રમભાઈ અને અનિરૂદ્ધસિંહને એક ઈસમ મુજમીલ પઠાણ શંકાસ્પદ લાગતા તેને આંતરી તેની ઝડતી લેતા તેની પાસેથી તીક્ષ્ણ ચપ્પુ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
