નવસારી જિલ્લામાં જ્યાં વલસાડ ખાતે ધોળા દિવસે જ્વેલર્સ પર ફાયરિંગ
એરોનેટિકલ એન્જિનિયરિંગ ભણેલા યુવાને આરોપીઓ ઝડપાયા
આર્થિક સંક્ડામણમાંથી બહાર નીકળવા લૂંટ અને ચોરીનો રસ્તો પકડ્યો
આર્થિક સંકડામણ માણસને ગંભીરમાં ગંભીર ગુનાઓ આચરવા મજબૂર કરી દેતી હોય છે. એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે નવસારી જિલ્લામાં જ્યાં વલસાડ ખાતે રહેતા એરોનેટિકલ એન્જિનિયરિંગ ભણેલા યુવાને આર્થિક સંક્ડામણમાંથી બહાર નીકળવા લૂંટ અને ચોરીનો ગુનાહિત રસ્તો અખતયાર કર્યો હતો. જેમાં નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના ગોહરબાગમાં ધોળા દિવસે જ્વેલર્સ પર ફાયરિંગ કરી લૂંટના પ્રયાસની ઘટનામાં ભણેલા શિક્ષિત યુવાન આરોપીઓની ટોળકી પોલીસના સકંજામાં આવી ગયા છે.
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ગોહરબાગ વિસ્તારમાં આવેલ ચંચલ જ્વેલર્સ માં ધોળા દિવસે હથિયારધારી લૂંટારો ત્રાટક્યા હતા. ચંચલ જ્વેલર્સના સંચાલક અશોક કટારીયા પાસે બંદૂક ધારીઓએ સોના ચાંદીના ઘરેણા અને રોકડ કિંમતની માંગણી કરી હતી. પરંતુ તાબે ન થતાં લૂંટારો ઉપર હોકિસ્ટિક લઈને તૂટી પડ્યા હતા. સંચાલકે બૂમોબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. બચવા માટે લૂંટારો ઓ એ અશોકભાઈ કટારીયા પર ફાયરિંગ કર્યું હતું જેમને ખભા અને દાઢી ના ભાગે ગોળી વાગતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે બંદૂક ધારી લૂંટારો અને ઝડપી પાડવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. થોડા દિવસે બનેલી ઘટનાને પગલે પોલીસે સમગ્ર સુરત રેંજના પાંચ જિલ્લાઓ સુરત તાપી વલસાડ ડાંગ અને નવસારી જિલ્લાઓને એલર્ટ કર્યા હતા અને ઈન અને આઉટ પોઇન્ટ પર પોલીસ ચેકપોઈન્ટ ગોઠવી તપાસ શરૂ કરી હતી. પોલીસની સતર્કતા ભાળી ગયેલા લૂંટારૂ ઓ નાસી છૂટ્યા હતા. કવોરી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં હંસ સ્ટોન કવોરી નજીક નંબર પ્લેટ વગરની બલેનો કાર રસ્તામાં મૂકીને ફરાર થઈ ગયા હતા. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી…
બીલીમોરા તેમજ ચીખલી વિસ્તારના 300 જેટલા સીસીટીવી કેમેરા અને બીલીમોરા ગણદેવી નવસારી ના સૌથી વધુ પોલીસ કર્મચારીઓ આરોપીઓની શોધખોળમાં જોડાયા હતા. સમગ્ર રેન્જના જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા જેમાં સોશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેન્સના આધારે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ કપડા બદલી પગપાળા હાઇવે સુધી પહોંચી બસ મારફતે વલસાડ પોતાના વતન પહોંચી ગયા હતા જ્યાંથી પોલીસે ધરપકડ કરી છે. જેમાં આરોપીઓ 1.. ઉમંગ વાછાણી. 2.. મનોજ સૂર્યવંશી. 3.. રજનીકાંત મકવાણા પૈકી ઉમંગ વાછાણી વિરુદ્ધ અમદાવાદ વિસ્તારમાં 12 જેટલા ગુના નોંધાયેલા છે જ્યારે રજનીકાન્ત મકવાણા વિરુદ્ધ વલસાડ ખાતે 1 ગુનો નોંધાયેલો છે. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ વિરુદ્ધ લૂંટ, હત્યાના પ્રયાસ અને આરમ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાજર છે…
વલસાડ ખાતે રહી અમદાવાદ અને વલસાડ તેમજ નવસારી જેવા જિલ્લાઓમાં બંદૂકની અણીએ લૂંટ કરવાની ટેવ વાળા આરોપીઓમાં ઉમંગ વાસાણી એરોનેટિકલ એન્જિનિયરિંગ ભણેલો યુવાન છે આર્થિક ભીસ ના કારણે મિત્રો સાથે મળી લૂંટ અને વાહન ચોરી જેવા ગુનાઓને અંજામ આપવાની દિશામાં ગુનાહિત કૃત્ય આચાર તો થયો હતો. હાલ લૂંટના ગુનામાં નવસારી જિલ્લા પોલીસના સકંજામાં આવી ગયા છે. સુરત રેન્જ પોલીસના તમામ અધિકારીઓની સતર્કતાને પગલે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે…ઉમેશ સોની નવસારી..
