ભાવનગરમાં દારૂ, ખનન અને રેતીના ગેરકાયદેસર વ્યવસાયો
યુવક દ્રારા પોલીસે દમન ગુર્જાયુ હોવાનો આક્ષેપ કરાયો
દારૂના અડ્ડાઓના કેસમાં તેમનું નામ ખોટી રીતે સંડોવવામાં આવ્યું
ભાવનગરમાં દારૂ, ખનન અને રેતીના ગેરકાયદેસર વ્યવસાયોને લઇ પોલીસે દમન ગુર્જાયુ હોવાનો આક્ષેપ કરાયો છે, ગત મહિનાની ૧૭ તારીખે બપોરે ૧૨ વાગ્યા આસપાસ શક્તિસિંહના જણાવ્યા અનુસાર, અલંગમાં હિન્દીભાષી લોકો દ્વારા ચલાવવામાં આવતા દારૂના અડ્ડાઓના કેસમાં તેમનું નામ ખોટી રીતે સંડોવવામાં આવ્યું છે.
૧૭ તારીખે વેરાવળ સોમનાથની સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ ની ભરતીમાં હાજર હતા, જેનો તેમની પાસે પુરાવો છે. ૬ તારીખે બપોરે ૩ વાગ્યે યોગરાજસિંહ અને ઘનશ્યામસિંહ તેમને હોન્ડા પર બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ત્યાં PSI વાઢેર સાહેબ દ્વારા તેમની સાથે મારપીટ કરવામાં આવી હોવાનો અને પટ્ટા વડે માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. વધુમાં તેમને ‘ડિસ્ટર્બ રૂમ’ માં લઈ જઈ હાથકડી પહેરાવી લાકડીઓ અને પટ્ટા વડે અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનું તેઓ જણાવી રહ્યા છે. શક્તિસિંહ દાવો કરે છે કે તેમના ફોનમાં અલંગ વિસ્તારમાં ચાલતા દારૂ, ખનન અને રેતીના ગેરકાયદેસર વ્યવસાયોના પુરાવા છે, જેને મિટાવવા માટે પોલીસ દ્વારા તેમનો ફોન પણ લઈ લેવામાંઆવ્યો છે.
