સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મનુષ્યવધનો ગુનો

Featured Video Play Icon
Spread the love

સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મનુષ્યવધનો ગુનો
મહિલાઓ સામે પેશાબ કરતા રોકવા જતા યુવકનું ગળું દબાવ્યું
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી

સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મનુષ્યવધના ગંભીર ગુનાનો ભેદ ઉકેલાયો હોય તેમ મહિલાઓ સામે પેશાબ કરતા રોકવા જતા યુવકનું ગળું દબાઈ જતાં મોત થયું હતું, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે.

સુરતની ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભેસ્તાનના ચંડાલ ચોકડી નજીક આવેલા સુમન શક્તિ આવાસ પાસે 18 ઓગસ્ટની રાત્રે સમગ્ર ઘટના બની હતી. પોલીસ ફરિયાદ મુજબ નિતેશ ભુવાનીરામ ખેડેકર નામનો યુવક મહિલાઓ સામે પેશાબ કરી રહ્યો હતો. તેને રોકવાના ઇરાદે 21 વર્ષીય શિબુમ સદુર્શન પાત્રે તેની ગરદન પકડી ખેંચ્યો હતો. આ દરમિયાન યુવકનું ગળું દબાઈ જતાં શ્વાસ રૂંધાયો અને તેનું મોત થયું હતું. ઘટનાની ફરિયાદ બાદ ભેસ્તાન પોલીસે ગુનો નોંધી ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આરોપી શિબુમ સદુર્શન પાત્રને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *