સુરતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઇ હેલ્પલાઇન 98252 98063
પતંગના કાતિલ દોરાથી ઘાયલ થતા પક્ષીઓ માટે હેલ્પલાઇન
કરૂણા સંસ્થા દ્વારા 10 ટીમો સ્ટેન્ડ બાય રખાઈ
સુરતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈ પતંગના કાતિલ દોરાથી ઘાયલ થતા પક્ષીઓ માટે કરૂણા સંસ્થા દ્વારા 10 ટીમો સ્ટેન્ડ બાય રખાઈ છે.
આવતીકાલે કાલે એટલે કે બુધવાર 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાશે. પતંગરસિકો વહેલી સવારથી જ ધાબા ઉપર પતંગ ચગાવશો. પરંતુ પતંગ ચગાવતી વખતે ઘાતક દોરીથી હજારો પશુ પક્ષીઓ કપાઈ જતા હોય છે આવા ઈજાગ્રસ્ત પશુ પક્ષીઓ માટે શહેરની જીવ દયા સંસ્થાઓ દ્વારા સારવાર કરવામાં આવે છે. તો સુરતની જૂની અને જાણીતી કરુણા અભિયાન દ્વારા ઇજાગ્રસ્ત પશુ પક્ષીઓ માટે પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને 10 જેટલી ડોક્ટરોની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તે સાથે એક એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે જો આવી કોઈ ઘટના બંને કાંતો ધ્યાનમાં આવે તો શહેરના નાગરિકોને 98252 98063 ઉપર ફોન કરશો તેમ જણાવાયુ છે
