સુરતમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીની પહેલ
વોકલ ફોર લોકલ પહેલને લઈ સુરત મનપા દ્વારા મેરેથોન દોડ
આત્મનિર્ભર ભારત થકી વર્ષ 2047 માં વિકસિત ભારતની સંકલ્પના
હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીની પહેલને આગળ વધારવા અને વોકલ ફોર લોકલ પહેલને લઈ સુરત મનપા દ્વારા મેરેથોન દોડનુ આયોજન કરાયુ હતું.
સુરત મહાનગર પાલિકા દ્વારા હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીની પહેલને આગળ વધારી આત્મનિર્ભર ભારત થકી વર્ષ 2047 માં વિકસિત ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરવાના હેતુસર વોકલ ફોર લોકલ પહેલ અંતર્ગત સુરત મનપાએ મેરેથોન દોડનુ આયોજન કર્યુ હતું. આ દોડ મંગળવારે 9 ડિસેમ્બનરા રોજ વેડરોડ સ્વામીનારાયણ ગુરૂકુલથી શરૂ થઈ હતી અને ધર્મજીવન ચોક સુધી યોજાઈ હતી. જેમાં મેયર સહિત શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
