ગાંધીનગર મેયર મીરા પટેલ ભાવનગર મેચ રમવા પહોંચ્યા

Featured Video Play Icon
Spread the love

ગાંધીનગર મેયર મીરા પટેલ ભાવનગર મેચ રમવા પહોંચ્યા
ટાઇફોઇડના 88 દર્દીઓ સારવાર હેઠળ
મેયરના શરમજનક નિવેદનથી હોબાળો

ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઈફોઈડનો વિસ્ફોટ થયો છે અને હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. તો બીજી તરફ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયર પ્રજાને ભગવાન ભરોસે મૂકીને ભાવનગર ક્રિકેટ મેચ રમવા પહોંચી જતા સવાલો ઉઠ્યા છે.

ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે જ ગાંધીનગરની ટીમ સામે ભાવનગર કોંગ્રેસના કાર્યકર્તાઓએ વાપસ જાવના સૂત્રો પોકાર્યા હતા. ગાંધીનગરના મેયરને જ્યારે રોગચાળાને લઈ સવાલ કરાયો હતો હાલ સ્થિતિ કંટ્રોલમા હોવાનો દાવો કર્યો હતો. ગાંધીનગરના મેયર મીરા પટેલે પણ રોગચાળો કાબૂમાં હોવાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું કે તમામ દર્દીઓ ટાઈફોઈડમાંથી બહાર આવી રહ્યા છે અને જેમના રિપોર્ટ બાકી હતા તે પણ હવે આવી રહ્યા છે. ​મેયરે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ એક પાખંડી પાર્ટી છે અને તેનું કામ ભાજપના કામ પર પાણી ફેરવવાનું છે. ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઈફોઈડનો ભારે હાહાકાર મચ્યો છે, જેમાં એક બાળકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે અને અન્ય બે બાળકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. હાલમાં 152 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 50 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ગાંધીનગરની જનતા જ્યારે આરોગ્યની સુવિધાઓ માટે ઝઝૂમી રહી છે, ત્યારે જવાબદાર પદાધિકારીઓનું “ક્રિકેટ તો રમવાના જ છીએ” તેવું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. એક તરફ રોગચાળો કાબૂમાં હોવાના દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે, ગાંધીનગરમાં ટાઈફોઈડન કેસ વધી રહ્યા છે તો બીજી તરફ શાસકો ભાવનગર મેચ રમવા પહોંચતા ભાવનગર કોંગ્રેસે કાર્યક્રમ સ્થળ પર પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા. ગાંધીનગર ટીમ વાપસ જાવના નારા લગાવતા પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓને ડીટેઈન કર્યા હતા…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *