સુરતમાં ડોક્ટર્સ ડે નિમિતે પોલીસનો નિઃશુલ્ક મેગા હેલ્થ ચેક-અપ કેમ્પ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ડોક્ટર્સ ડે નિમિતે પોલીસનો નિઃશુલ્ક મેગા હેલ્થ ચેક-અપ કેમ્પ
પોલીસના કર્મચારીઓના આરોગ્યને પ્રાથમિકતા
જનરલ ફિઝિશિયન, યુરોલોજી, ઈએનટી સહિતની તપાસ

સુરતમાં ડોક્ટર્સ ડે નિમિતે સુરત પોલીસના કર્મચારીઓના આરોગ્યને પ્રાથમિકતા આપતા સુરત પોલીસ કમ્યુનિટી હોલ ખાતે નિઃશુલ્ક મેગા હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત ડોક્ટરોએ પરિક્ષણ કર્યુ હતું.

આજે એટલે કે પહેલી જુલાઈ ડોક્ટર્સ ડેના અવસરે સુરત પોલીસ કમ્યુનિટી હોલ ખાતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે નિઃશુલ્ક મેગા હેલ્થ ચેક-અપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં બ્લડ પ્રેશર, બ્લડ શુગર, હિમોગ્લોબિન સહિત વિવિધ આરોગ્ય પરીક્ષણો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને મહિલા પોલીસ કર્મચારીઓ માટે હિમોગ્લોબિન ચેક-અપની અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત જનરલ ફિઝિશિયન, યુરોલોજી, ઈએનટી સહિત વિવિધ ક્ષેત્રના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ પોલીસ જવાનોને નિઃશુલ્ક કન્સલ્ટેશન આપી આરોગ્ય અંગે જરૂરી સલાહ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ કેમ્પનો લાભ લઈ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *