સુરતના ટેક્ષટાઇલ વેપારીઓમાં જાગૃતિ મિશન કાર્યક્રમ

Featured Video Play Icon
Spread the love

સુરતના ટેક્ષટાઇલ વેપારીઓમાં જાગૃતિ મિશન કાર્યક્રમ
પોલીસ અધિકારીઓએ માર્ગદર્શન સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી
ઉપરાંત સભ્ય નોંધણી અભિયાન પણ યોજાયું

સુરતના ટેક્ષટાઇલ વેપારીઓમાં કાનૂની જાગૃતિ અને પેમેન્ટ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે ટેક્ષટાઇલ મર્ચન્ટ્સ એસોસિએશન સુરત દ્વારા વેપારી જાગૃતિ મિશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓએ વેપારીઓને માર્ગદર્શન આપવાની સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી.

સુરતના પુણા ગામ ખાતે આઈમાતા મંદિર નજીક આવેલા શિરડી ભવનમાં ટેક્સટાઇલ મર્ચન્ટ્સ એસોસિએશન સુરત દ્વારા વેપારી જાગૃતિ મિશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ટેક્સટાઇલ વેપારીઓના હિતોની રક્ષા, પેમેન્ટ સુરક્ષા તેમજ કાનૂની જાગૃતિ અંગે માહિતી પહોંચાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓએ વેપારીઓને સાયબર ફ્રોડ, આર્થિક છેતરપિંડીથી બચવાના ઉપાયો અને કાનૂની પ્રક્રિયાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. વેપારીઓ સાથે પ્રશ્નોત્તરી સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા અને નિષ્ણાતો પાસેથી યોગ્ય જવાબ મેળવ્યા. આ ઉપરાંત સભ્ય નોંધણી અભિયાન પણ યોજાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આવા જાગૃતિ કાર્યક્રમોને આવકાર આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *