માંડવીમાં નિશુલ્ક ઠંડા પાણીનું વિતરણનો કાર્યક્રમ યોજાયો
ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ ના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો
કાળજાળ ગરમીને નિશુલ્ક ઠંડા પાણીનું વિતરણ કરાયો
માંડવી તાલુકા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આજરોજ તારીખ 23- 4- 2025 ને બુધવાર ના રોજ નિશુલ્ક ઠંડા પાણીનું વિતરણ નો કાર્યક્રમ સવારે 10:00 કલાકે સુપડી વિસ્તારમાં જિલ્લા પંચાયત શોપિંગ સેન્ટર નજીક માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ ના અધ્યક્ષતા માં રાખવામાં આવેલ હતો.
હાલના ઉનાળાની કાળજાળ ગરમીમાં નગર તથા તાલુકા ની જનતા માટે ઠંડા પાણીનો જળ વિતરણ કાર્યક્રમ આજરોજ શરૂકરવામાં આવેલ છે. આ ઠંડા પાણીનો જળ વિતરણ સંપૂર્ણ ઉનાળા દરમિયાન દરરોજ વિના મૂલ્યે કરવામાં કરવામાં આવશે જેથી નગર તથા તાલુકા ની જનતા તથા રાહદારીઓએ ઠંડા પાણીનો લાભ લેવા વિનંતી તેમજ આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નો વિસ્તૃત સેવાકીય ચિતાર માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ ભાઈ રાવળ દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે માંડવી પાલિકા પ્રમુખ નિમેષભાઈ શાહ, ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ, કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ તેમજ ઇન્ડિયન રેડ ક્રોસસોસાયટી માંડવીના પ્રમુખ સતિષભાઈ કાયસ્થ, વાઈસ પ્રેસિડન્ટ સુનિલભાઈ રબારી, ખજાનચી મનોજભાઈ જૈન, તથા સમગ્ર ટીમ તથા નગર સંગઠનના હોદ્દેદારો તથા પાલિકાના સદસ્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અંતે આભાર વિધિ સુનિલભાઈ રબારી કરી હતી..