પોલીસની મજાક ભારે પડી: વાયરલ રીલ બાદ ચાર યુવાનો જેલમાં
વાયરલ રીલથી સીધી સળીયા પાછળ: સાયબર ક્રાઈમની કાર્યવાહી
પોલીસની ઠેકડી ઉડાડતી રિલ બનાવી વાયરલ કરનાર ચાર યુવાનોને સાયબર ક્રાઈમે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા છે.
સુરત પોલીસ ગુનેગારોને પકડી તેઓને કાયદાનુ ભાન કરાવે છે ત્યારે સુરત પોલીસની જ બી ફોર અને આફ્ટરની રિલનો ચાર જેટલા યુવાઓએ રીલ બનાવી મજાક ઉડાવ્યો હતો. જેને લઈ સુરત સાયબર ક્રાઈમ સેલની ટીમે તપાસ શરૂ કરી હતી. અને ગણતરીના સમયમાં જ પોલીસની મજાક ઉડાડનાર ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. પોલીસ પકડમાં આવતા સાન ઠેકાણે પડી હતી. અને પોલીસની બીફોર અને આફ્ટરની કામગીરીની વાસ્તવિક તસવીર બતાવી હતી. પોલીસ પકડમાં આવતા જ કાયદાનું ભાન થયુ હોય તેમ બે હાથ અને કાન પકડી પોલીસ સમક્ષ માફી માંગી હતી.
