સુરતના માંડવી તાલુકાના બોધન ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
એલસીબીએ દારૂના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડ્યો
પોલીસે 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરત ગ્રામ્ય એલસીબી દ્વારા માંડવી તાલુકાના બોધન ગામેથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ્લે કિ.રૂ.૩,૯૩,૨૮૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો.
સુરત ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહી જુગારની પ્રવૃત્તિ ઉપર સખત વોચ રાખી, આવી પ્રવુતિ સદંતર બંધ કરવા સારુ તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૨૭/૦૫/૨૦૨૫ સુધી સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જેથી શ્રી આર.બી.ભટોળ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ એલ.સી.બીના અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પ્રોહી-જુગારના બુટલેગરોની પ્રવૃત્તિ ઉપર તથા નેશનલ સ્ટેટ હાઇવે ઉપર મોટા પ્રમાણમાં વિદેશીદારૂની હેરાફેરી થતી હોય જેના ઉપર સખત વોચ રાખી, અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપી ચોક્કશ દીશામાં વર્ક આઉટ ચાલુ કરેલ. જે અનુસંધાનમાં એલ.સી.બી શાખાના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સુરત જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો.નિલેશભાઇ જીતુભાઇ તથા અ.પો.કો. નરેશભાઇ હિરાભાઇ તથા અ.પો.કો.અક્ષયભાઈ શંકરભાઈનાઓને તેઓના ખાનગી ભાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, ” ચુડેલ ગામ ખાતે રહેતો ગોવિંદભાઈ ચૌધરીનાનો પોતાની સફેદ કલરની ઇકો ગાડી નં.GJ-19-BE-3473 માં સૌનગઢ તરફથી વિદેશીદારૂનો જથ્થો ભરી બોધાન જનાર છે.” તેવી ચોક્કસ હકિકત મળેલ હોય જે બાતમી હકિકતના આધારે એલ.સી.બીના પોલીસ માણસોએ બોધાનગામ ખરી ફળીયા જવાના રોડ તરફ નાકાબંધી ગોઠવી, બાતમી હકિકતવાળી ઇકો ફોરવીલ કાર આવતા તેને રોકી ઇકો ફોરવીલ કારમાં ઝડતી તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવતા ઈંકો ફોરવીલ કાર ચાલકને સધન પુછપરછ કરી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી આપનાર તથા ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી તમામ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.