સુરત સારોલીમાં આવેલી કુબેરજી ટેક્ષ્ટાઈલ વર્લ્ડ માર્કેટમાં આગ
આગે ભયાનક સ્વરૂપ ધારણ કરતા ભાગદોડ મચી ગઈ
6 ફાયર સ્ટેશનની 13 જેટલી ગાડી ઘટના સ્થળે પહોંચી
સુરતના સારોલી વિસ્તારમાં આવેલી કુબેરજી ટેક્ષ્ટાઈલ વર્લ્ડ માર્કેટમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. તો બનાવને લઈ ફાયરે સ્થળે દોડી જઈ કામગીરી હાથ ધરી હતી.
સુરતના સારોલી વિસ્તારમાં કુબેરજી ટેક્સ્ટાઇલ વર્લ્ડ માર્કેટના દસમા માટે આગ લાગી હતી. જેને લઈ જુદા જુદા 6 ફાયર સ્ટેશનની 13 જેટલી ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. તો શોર્ટ સર્કિટના કારણે કાપડની દુકાનમાં આગ લાગી હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યુ છે. આગને પગલે ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓમાં અફરા તફરી મચી હતી. તો ફાયર વિભાગ દ્વારા ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જો કે ઘટનામાં સબનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ આગમાં લાખોનો કાપડના માલનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.
