સુરતના સરથાણામાં મહિલા ડોક્ટરનો આપઘાત
બિઝનેસ હબના નવમા માળે આવેલ કાફેમાંથી ઝંપલાવી આપઘાત
ફિઝીયો થેરાપિસ્ટ રાધિકા કોટડીયાએ મંગેતરની હાજરીમાં ઝંપલાવ્યું
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ બિઝનેસ હબના નવમા માળે આવેલ કાફેમાંથી મહિલા ડોક્ટરે ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરતમાં ઘણા સમયથી આપઘાતની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરતના સરથાણામાં મહિલા ડોક્ટરે નવમા માળેથી કુદી આપઘાત કરી લીધો હતો. વાત એમ છે કે સુરતના સરથાણા બિઝનેસ હબના નવમા માળે આવેલ ચાય પાર્ટનર કાફેમાં ગયેલા ફિઝીયો થેરાપિસ્ટ ડોક્ટર રાધિકા કોટડીયાએ કાફેમાંથી જ કુદી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મહિલા ડોક્ટરના બે મહિના બાદ લગ્ન હોય તે પહેલા જ આપઘાત કરી લેતા અનેક તર્કવિતર્કો સામે આવ્યા છે. હાલ તો પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
