ગાંધીનગરમાં રોડ અકસ્માતમાં મૃત્યુદર ઘટાડવા નિર્ણય
રોડ સેફ્ટી ઓથોરિટીએ માર્ગદર્શિકા કરી જાહેર
એક વર્ષમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો
ગુજરાતમાં રસ્તાઓ પર દોડતા વાહનો હવે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના તાજા આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે.
ગુજરાતમાં રસ્તાઓ પર દોડતા વાહનો હવે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના તાજા આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યમાં 15,500 થી વધુ અકસ્માતો નોંધાયા છે, જેમાં કુલ 7,717 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આંકડાઓ દર્શાવે છે કે દરરોજ સરેરાશ 21 થી વધુ લોકો માર્ગ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. NCRB ના રિપોર્ટમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે, રાજ્યમાં થતા કુલ અકસ્માતોમાંથી 82 ટકા અકસ્માતો માટે ‘ઓવરસ્પીડ’ મુખ્ય કારણ છે. વાહનચાલકો દ્વારા નિયત મર્યાદા કરતા વધુ ઝડપે વાહન ચલાવવાની લાયમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડી રહ્યો છે. ત્યારે સરકાર દ્રારા ગાંધીનગર ખાતે રોડ અકસ્માતમાં મૃત્યુદર ઘટાડવા નિર્ણય લેવાયો છે અને રોડ સેફ્ટી ઓથોરિટીએ માર્ગદર્શિકા જાહેર કરી છે
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ ગુજરાતના ચાર મુખ્ય શહેરોમાં માર્ગ અકસ્માતની સ્થિતિ ચિંતાજનક છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 1,586 અકસ્માતોમાં 410 લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરતમાં 659 અકસ્માત સામે 314 મોત નોંધાયા છે, જે અન્ય શહેરોની સરખામણીએ ઘણો ઊંચો મૃત્યુદર દર્શાવે છે. વડોદરામાં 557 અકસ્માતમાં 183 લોકોના મોત થયા છે, જ્યારે રાજકોટમાં 416 અકસ્માતની ઘટનાઓમાં 160 લોકોના કરુણ મોત નિપજ્યા છે. એકંદરે, આ આંકડાઓ સાબિત કરે છે કે અમદાવાદમાં અકસ્માતોની સંખ્યા સૌથી વધુ છે, પરંતુ સુરતમાં અકસ્માત દીઠ મોતના કિસ્સાઓનું પ્રમાણ વિશેષ ચિંતાજનક છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
