સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે સીઆર પાટીલ મેદાનમાં
અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી
પાણી નિકાલ, સફાઈ અને જરૂરી તમામ કામગીરીમાં ઝડપી
સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ આજે મેદાનમાં ઉતર્યા હતા અને તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને રાહત કામગીરીની સમીક્ષા કરી અને અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલા તારાજીને લઈ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ આજે સુરતના પર્વત પાટીયા વિસ્તારના ઋષિવિહાર કાંગારૂ સર્કલ અને પર્વત પાટિયા વિસ્તારમાં પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક કોર્પોરેટરો સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને પૂર બાદ ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. આ દરમિયાન અધિકારીઓને જનજીવન ઝડપથી સામાન્ય બને તે માટે પાણી નિકાલ, સફાઈ અને જરૂરી તમામ કામગીરીમાં ઝડપી ગતિ લાવવાના સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હતાં. સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરીને તેમની સમસ્યાઓ અંગે માહિતી મેળવી અને તાત્કાલિક ઉકેલ લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.
