સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શનમાં
ચૂંટણીનું બ્યુગલ વાગતા જ રાજકીય માહોલ ગરમાયો
કોંગ્રેસે ભાજપ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે ચાર્જશીટ બનાંવી
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ વાગતા જ રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસે ભાજપ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે ચાર્જશીટ તૈયાર કરી છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા ભાજપ વિરુદ્ધ મોરચો ખોલવામાં આવ્યો છે. કોંગ્રેસે આશરે 16 જેટલા ભ્રષ્ટાચારના મુદ્દાઓને લઈને ચાર્જશીટ પોથી તૈયાર કરી છે. કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અનંત પટેલે આરોપ લગાવ્યો છે કે ભાજપે વિકાસના નામે અનેક ભ્રષ્ટાચાર કર્યા છે. ખાસ કરીને રોડ-રસ્તા જેવા કામોમાં લોકો ને ગેરમાર્ગે દોરીને ગેરરીતિઓ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસ હવે આ ચાર્જશીટ સાથે જનતા વચ્ચે જઈને મુદ્દાઓ ઉઠાવશે અને આગામી દિવસોમાં પોતાનો ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરવાની તૈયારીમાં છે. તેમ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય અનંત પટેલ અને સુરત કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યુ હતું.
