એલઆરડી પરીક્ષા દરમિયાન રાંદેર પોલીસની સરાહનીય કામગીરી
ખોટી શાળાએ પહોંચેલા પરીક્ષાર્થીને સમયસર મદદ
રાંદેર પોલીસે પરીક્ષાર્થીને સાચા કેન્દ્ર સુધી પહોંચાડ્યો
એલઆરડીની યોજાયેલી પરિક્ષા દરમિયાન સુરતના અલગ અલગ પોલીસ મથકના પોલીસ કર્મીઓએ સરાહનીય કામગીરી કરી હતી જેમાં રાંદેર પોલીસે અન્ય શાળાએ પહોંચેલ પરિક્ષાર્થીને પરિક્ષા કેન્દ્રએ પહોંચાડી હતી.
સુરતમાં એલઆરડીપરીક્ષા દરમિયાન રાંદેર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી હતી. એલઆરડી પરીક્ષા આપવા આવેલી એક ઉમેદવાર ભૂલથી એમ.એમ. મુલ્લા એન્ડ એમ.એ. નાના ગર્લ્સ હાઈસ્કૂલ, બોટાલાવાલા માર્ગ, રાંદેર ખાતે પહોંચી ગઈ હતી. જો કે ઉમેદવારનું પરીક્ષા કેન્દ્ર એમ.એ. ગર્લ્સ સેકન્ડરી સ્કૂલ, ગોરાટ ખાતે હોવાનું જાણવા મળતા રાંદેર પોલીસ દ્વારા તાત્કાલિક મદદ કરવામાં આવી હતી. અને પોલીસની પીસીઆર વાન મારફતે ઉમેદવારને સમયસર તેના સાચા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવી, જેથી તે પરીક્ષામાં હાજર રહી શકી હતી. જેથી રાંદેર પોલીસની ઝડપી કામગીરી અને જનસેવાના ભાવને લઈને લોકોમાં પ્રશંસા જોવા મળી હતી.
