માંડવીમાં વન સ્ટેપ ફોર હેલ્થ ફાઉન્ડેશનનું સરાહનીય કાર્ય
રીબ પરિવારની દીકરીને નવનિર્મિત સ્વપ્ન ઘર બનાવી આપ્યું
માંડવી બાવાગોરના ટેકરા વિસ્તારમાં એક ગરીબ પરિવારની દીકરીને નવનિર્મિત સ્વપ્ન ઘર બનાવી આપી સાદગી પૂર્ણ રીતે ગૃહ પ્રવેશ કરાવ્યો છે વન સ્ટેપ ફોર હેલ્થ ફાઉન્ડેશન દ્રારા સરાહનીય કાર્ય કરાયું છે
માંડવી નગરના બાવાગોર ટેકરા વિસ્તારમાં રહેતી એક ગરીબ પરિવારની દીકરી માટે બનાવવામાં આવેલ નવ નિર્મિત “સ્વપ્ન ઘર”નું ગૃહ પ્રવેશ કાર્યક્રમ આજરોજ સાદગીપૂર્વક અને ભાવુક વાતાવરણમાં યોજાયો હતો. આ ઘર છેલ્લા ઘણા દિવસોથી વન ફોર હેલ્પ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા ચાલતી મહેનત અને સમાજના દાતાશ્રીઓના સહયોગથી તૈયાર થયું છે. ઘણી મુશ્કેલીઓ અને પડકારો વચ્ચે પણ આજે એક દીકરીનું સપનું સાકાર થયું છે. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, સમાજના આગેવાનો અને વિસ્તારના લોકો ઉપસ્થિત રહી દીકરીને આશીર્વાદ આપ્યા અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર કાર્યમાં One Step for Help Foundation અને ટીમના સભ્યો દ્વારા સતત સેવા અને સમર્પણથી આ માનવતાભર્યો પ્રયાસ સફળ બનાવાયો છે. ખરેખર આ માનવતા ભર્યા પ્રયાસ ને આવકારી માનવતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું છે અને આવા સેવાકિય કાર્ય આ ટ્રસ્ટ દ્વારા થતા રહે એવા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા,…
