સુરત જીપીસીબી દ્વારા ક્લોઝર નોટીસ અપાઈ

Featured Video Play Icon
Spread the love

સુરત જીપીસીબી દ્વારા ક્લોઝર નોટીસ અપાઈ
ઉમા એન્ટરપ્રાઈઝ અને મા એન્ટરપ્રાઈઝને ક્લોઝર નોટીસ
હેજની ઓપીજે કેમ અને પાનોલીની ઓમ ક્લોરાઈડને નોટિસ

સુરત જીપીસીબી દ્વારા પાંડેસરાના બે યુનિટ ઉમા એન્ટરપ્રાઈઝ અને મા એન્ટરપ્રાઈઝ સાથે દહેજની ઓપીજે કેમ અને પાનોલીની ઓમ ક્લોરાઈડને ક્લોઝર નોટીસ આપી તેઓના રિપોર્ટ તૈયાર કરી ગાંધી નગર ખાતે જીપીસીબી દ્વારા મોકલી અપાયા છે.

સુરતમાં પર્યાવરણને નુકશાન પહોંચાડનારા એકમો સામે જીપીસીબી દ્વારા લાલ આંખ કરાઈ છે. ત્યારે પર્યાવરણને નુકશાન પહોંચાડનાર પાંડેસરાના બે યુનિટ જેમાં ઉમા એન્ટરપ્રાઇઝ અને મા એન્ટરપ્રાઇઝ સાથે દહેજની ઓપીજે કેમ અને પાનોલીની ઓમ ક્લોરાઇડને ક્લોઝર નોટિસ આપીને પાણી તથા વીજળીના જોડાણ કાપી નાંખવામાં આવ્યા છે. આ ઉપરાંત પાંડેસરાની બંને કંપનીઓને પ્રદૂષણ ફેલાવવા બદલ 25 લાખનો દંડ પણ જીપીસીબી દ્વારા ફટકારવામાં આવ્યો છે. જીપીસીબીના અધિકારીઓના જણાવ્યા મુજબ પર્યાવરણને થયેલા નુકસાન બદલ આ ચારેય એકમો સામે એન્વાયરમેન્ટલ ડેમેજ કમ્પેન્સેશન એટલે કે પર્યાવરણીય નુકસાન વળતરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત કંપનીઓની બેંક ગેરંટી જપ્ત કરવા સહિતના કડક પગલાં લેવામાં આવશે. તો પુર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલે રિપોર્ટ તૈયાર કરીને ગાંધીનગર જીપીસીબીની વડી કચેરી ખાતે મોકલી આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *