સુરત અલથાણમાં પોલીસ સાથે દારૂ પાર્ટીમાં દાદાગીરી
પોલીસના સખત વલણને લઈ વાલીઓએ આજીજી કરી
પોલીસે કારમાંથી દારૂની બોટલો પણ કબ્જે કરી
સુરતની અલથાણ પોલીસે કારમાં દારૂ પાર્ટી કરી રહેલા નબીરાઓને ઝડપી પાડ્યા હતા જોકે પોલીસ સાથે કેટલાકે ઝપાઝપી કર્યા બાદ પોલીસના સખત વલણને લઈ વાલીઓએ આજીજી કરી હતી.
સુરતમાં ફરી નબીરાની દારૂ પાર્ટી થઈ હોવાની ચર્ચા જોવા મળી હતી. વાત એમ છે કે સુરતના અલથાણ વિસ્તારમાં દારૂ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા હતા તો કેટલાક નબીરાઓએ પોલીસ સાથે જપાજપી પણ કરી હતી. બનાવને લઈ મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો તો પોલીસે કેટલાક નબીરાની અટકાયત કરી હતી અને કારમાંથી દારૂની બોટલો પણ કબ્જે કરી હતી. તો પોલીસ સમક્ષ વાલીઓ આજીજી કરતા નજરે પડ્યા હતાં.
