સુરત : તહેવારોમાં ઘી ખરીદતા પહેલાં સાવધાન રહેજો!
સુરતમાં નકલી ઘી બનાવતી 3 ફેકટરી ઝડપાઈ
અજની ઇન્ડસ્ટ્રીમાંથી 1.50 કરોડથી વધુનું નકલી ઘી જપ્ત કર્યુ
સુરતમાં ચંદની પડવા પહેલા જ નકલી ઘી નો જથ્થો ઝડપાયો છે. સુરતના અમરોલી વિસ્તારમાંથી એસઓજીની ટીમે નકલી ઘી ના જથ્થા સાથે ચારને ઝડપી પાડયા હતાં.
દિવાળીના તહેવાર પહેલા જ સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મોટી કાર્યવાહી કરીને નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓનો પર્દાફાશ કર્યો છે. અમરોલી વિસ્તારમાં આવેલી 3 અલગ-અલગ જગ્યાએ એસઓજીની ટીમે દરોડા પાડીને 9000 કિલોથી વધુનો નકલી ઘીનો જથ્થો કબજે કર્યો છે. આ નકલી ઘી બનાવતા કારખાનાઓમાં રેડ કરીને પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે, જેઓ તહેવારોના સમયમાં નકલી ઘી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા હતાં.
