સુરતમાં વેસુ ખાતે આવેલ આંબેડકર આવાસના યુવાનો પર હુમલો
9 વર્ષીય યુવકની આંગળીમાં 6 ઇંચનું રેમ્બો ચપ્પુ ફસાઈ જતાં ગંભીર ઈજા
પોલીસ મથકનો ઘેરાવ કર્યા બાદ પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી
સુરતમાં વેસુ ખાતે આવેલ આંબેડકર આવાસના યુવાનો પર કરાયેલા હુમલા મામલે પોલીસ મથકનો ઘેરાવ કર્યા બાદ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી તેઓને સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગર-1 એસ.એમ.સી. આવાસમાં મધ્યરાત્રિએ સર્જાયેલી હિંસક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ પેદા કર્યો હતો. સુલતાન નામના વ્યક્તિની શોધમાં આવેલા માથાભારે શખ્સોએ ક્રિકેટ રમી રહેલા નિર્દોષ યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં 19 વર્ષીય યુવકની આંગળીમાં 6 ઇંચનું રેમ્બો ચપ્પુ ફસાઈ જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તો આ મામલે વેસુ પોલીસ મથકનો ઘેરાવ કરાતા પોલીસે પણ ત્વરિત તપાસ હાથ ધરી હતી. અને હુમલાખોર છ આરોપીઓમાંથી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. જ્યારે એક આરોપીને પોલીસે છોડી દીધો હોવાનો આક્ષેપ કરાયો હતો. હાલ આ મામલે વેસુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
