અરવલ્લી:સરપંચએ જ પાવડો પકડી રસ્તાના સમારકામનું બીડું ઝડપ્યું
સરપંચએ લોકોની હાલાકી દૂર કરવાનો પ્રથમ અભિગમ અપનાવ્યો
સરપંચએ ગામના નાગરિકોને કોઈ તકલીફ ના પડે તેની બાંહેધરી આપી
અરવલ્લીના ગ્રામમાં હવે પોતે નવીન મહિલા સરપંચએ જ પાવડો પકડી રસ્તાના સમારકામ નું બીડું ઝડપ્યું
ભીલકુવા ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ મીનાબેન ચૌહાણ એ પાવડો પકડી લોકો ની હાલાકી દૂર કરવાનો પ્રથમ અભિગમ અપનાવ્યો. ગ્રામ જનો ને ચાલુ વરસાદ માં કોઈ મુશ્કેલી ના વેઠવી પડે તે માટે પ્રાથમિક સુવિધા કે લોકો ના ઘરો માં પાણી ના ઘૂસે અને સહી સલામત રહે તે માટે બિન હરીફ મહિલા સરપંચ મીના બા ચૌહાણ એ ગામ પ્રથમ નાગરિક તરીકે ફરજ અદા કરી. આવનાર દિવસો માં ગામ ના નાગરિકો ને કોઈ તકલીફ ના પડે તેની બાંહેધરી આપી