સૂર્યપુત્રી તાપી નદી માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

સૂર્યપુત્રી તાપી નદી માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી
મહાઆરતી કરી તાપી માતાને ચૂંદડી અર્પણ કરવામાં આવી
ઉજવણીમાં આજુબાજુના ગ્રામ્યજનો પણ હાજર રહ્યાં

સૂર્યપુત્રી તાપી માતાના જન્મ દિવસની ઉજવણી બુધવારે કામઘેનુ યુનિવર્સિટી ઉકાઈ અને ગંગા સમગ્ર તાપી પ્રાંતનાં સંયુક્ત ઉપક્રમે ટીઆરપી ગાર્ડનના પાછળ ઉકાઈ ડેમના નીચેના ભાગમાં કરવામાં આવી.

સૂર્યપુત્રી તાપી માતાના જન્મદિવસની ઉજવણીમાં આર.આર.બોરડ(GAS) અધિક નિવાસી કલેકટર તાપી એમનાં ધર્મપત્ની સાથે હાજર રહ્યાં હતાં. સુરજ વસાવા તાપી ભાજપા પ્રમુખ, ડો.સ્મિત લેન્ડે કામઘેનુ યુનિવર્સિટી ઉકાઈ હેડ, અમિત અગ્રવાલ સોનગઢ નગર ભાજપા પ્રમુખ, કિશોર ચૌધરી કોર્પોરેટર સોનગઢ નગર પાલિકા, વિક્રમ ગામીત સોનગઢ તાલુકા ભાજપા પ્રમુખ, અનિલ ચૌધરી સામાજિક કાર્યકર, શ્યામ ગામીત ધર્મ જાગરણ મંચ તાપી, સંજય શાહ કારોબારી સદસ્ય ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત, સુદામ સાટોટે ગંગા સમગ્ર તાપી પ્રાંત અધ્યક્ષ, સાગર વ્યાસ જળ સંચય આયામ ઉપાધ્યક્ષ અને મહિલા મંડળ ઉકાઈની બહેનો હાજર રહ્યાં હતાં. તાપી નદી માતાના જન્મદિવસે પૂજાઅર્ચના કરી મહાઆરતી કરી તાપી માતાને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. સાથે જ પાંચ હજાર જેટલી જુદી જુદી જાતની માછલીઓનું મત્સ્યબીજનું તાપી માતાના પવિત્ર જળમાં સંચયન કરી પ્રવાહિત કરાયું હતું.

સૂર્યપુત્રી તાપી માતાના જન્મ દિવસ ની ઉજવણી પ્રસંગે ઉકાઈ તથા આજુબાજુના ગ્રામ્યજનો પણ હાજર રહ્યાં હતાં. પ્રકૃતિ ની સાથે મેઘરાજાએ પણ જન્મ દિવસની ઉજવણીના પ્રસંગે આશીર્વાદ આપવા અચૂક હાજરી આપી સૌને મન મૂકીને ભીંજવ્યા હતાં. જેથી સૌનો આનંદ પણ ચાર ગણો વધી ગયો હતો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *