દિલ્હીમાં કોળી સમાજના બે સંમેલનને લઈને તર્ક-વિતર્ક

Featured Video Play Icon
Spread the love

દિલ્હીમાં કોળી સમાજના બે સંમેલનને લઈને તર્ક-વિતર્ક
21મીએ અખિલ ભારતીય કોળી સમાજના નામે સંમેલન
21મી જૂનના સંમલેન પહેલા બાવળિયાનું શક્તિ પ્રદર્શન

અખિલ ભારતીય કોળી સમાજના નામે આગામી અઠવાડિયે દિલ્હીમાં બે અલગ અલગ સંગઠન બોલાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. 14 જૂને મળનારા સંમેલનમાં ગુજરાતથી કુંવરજી બાવળીયા સહિતના નેતાઓ હાજર રહેવાના છે. જ્યારે 21 જૂને મળનારા સંમેલનમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સહિતના આગેવાનો હાજર રહેવાના છે.

21મી તારીખે મળનારા સંમેલનને લઈ કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે, આ સંમેલન અંગત સ્વાર્થ અને રાજકીય લાભ માટે બોલાવવામાં આવ્યું છે. તો બીજી તરફ 21મી તારીખે મળનારા સંમેલન બાબતે અખિલ ગુજરાત ભારતીય કોળી સમાજના યુવા વિંગના અધ્યક્ષે કહ્યું કે, અમારું સંમેલન પહેલાથી જ નક્કી હતું. કુંવરજીભાઈને લાગ્યું કે આ સંમેલન મળશે તો મારું કોઈ સાંભળશે નહીં એટલે તેના દ્વારા પણ અમારી સાથે સંમેલન બોલાવી લેવાયું છે. હીરાભાઈ સોલંકી સાથે અમે ગુજરાતથી 300 લોકો જવાના છીએ. કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, 14 જૂનના દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજનું અધિવેશન મળવાનું છે. મહારાષ્ટ્રના કોળી સમાજના તમામ લોકોને ત્યાં પધારવા માટે આમંત્રિત કરું છું. બીજા કોળી સમાજ દ્વારા 21 જૂનના અધિવેશન બોલાવવા માટેનું એલાન કરવામાં આવ્યું છે. પરંતુ તે લોકોએ પોતાના અંગત સ્વાર્થ માટે અથવા તો પોલિટિકલ લાભ લેવા માટે આ સંમેલનનું આયોજન કર્યું છે. તેમાં ઘણા લોકો એવા છે કે જેઓ અખિલ ભારતીય કોળી સમાજમાં સામેલ છે પરંતુ તેઓએ સમાજ માટે અત્યાર સુધી કંઈ નથી કર્યું.

અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના યુવા પ્રમુખ દિવ્યેશ ચાવડાએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા અમારી ચૂંટણી થઈ હતી ત્યારે રાષ્ટ્રીય કારોબારીના 90 સભ્યોએ અજીતભાઈને પ્રમુખ તરીકે ચૂંટ્યા હતા. ત્યારપછી કુંવરજીભાઈએ હું પ્રમુખ છું એવું ચાલુ કર્યું હતું. અમે ડીસેમ્બરમાં જ દિલ્હી ખાતે અધિવેશનનો પ્રોગ્રામ નક્કી હતો. હવે કુંવરજીભાઈને એવું લાગ્યું કે, જો અમારું સંમેલન થઈ જાય તો તેની વાત કોઈ સ્વીકારે નહીં એટલે તેને સાથે સંમેલન રાખ્યું છે. હિરાભાઈ અમારા પ્રદેશના પ્રમુખ છે. અખિલ ભારતીય કોળઈ સમાજના . ગુજરાતથી અમે 300 લોકો જવાના છીએ એ હીરાભાઈના નેતૃત્વમાં જ જવાના છીએ.

ગુજરાતની રાજનીતિમાં કોળી સમાજના મતો નિર્ણાયક ગણવામાં આવી રહ્યા છે. ત્યારે દિલ્હીમાં આગામી અઠવાડિયે મળનારા અખિલ ભારતીય કોળી સમાજના બે અલગ અલગ સંમેલનને લઈ ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. કારણ કે, 14મી તારીખે મળનારા સંમેલનમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા કે જેઓ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે ઓ ઉપસ્થિત રહેવાના છે. જ્યારે 21મી તારીખે મળનારા સંમેલનમાં રાજુલાના ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત અધ્યક્ષ હીરાભાઈ સોલંકીએ હાજર રહેવાની જાહેરાત કરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *