સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યાથવત

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યાથવત
ભેસ્તાનમાં મોડી રાત્રે જીવલેણ હુમલાની ઘટના બની
આઠ જેટલા લોકો દ્વારા બે ઈસમો પર જીવલેણ હુમલો કરાયો

સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે ભેસ્તાન વિસ્તારમાં બુટલેગરો દ્વારા બે ઈસમો પર કરાયેલા જીવલેણ હુમલાને લઈ તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં.

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે. ત્યારે ભેસ્તાન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ ઉપર અનેક સવાલો ઉભા થયા છે. દિવાળીના પર્વને લઈને અસામાજિક તત્વો પર એક તરફ પોલીસ લાલ આંખ કરી રહી છે ત્યાં જ ભેસ્તાન વિસ્તારમાં આવેલા દારૂ ના અડ્ડા નજીક મોડી રાત્રે બની જીવલેણ હુમલા ની ઘટના બની હતી. આઠ જેટલા લોકો દ્વારા બે ઈસમો પર જીવલેણ હુમલો કરાયો હતો જમાં આકાશ પ્રધાન અને નિરાકર પર કરાયેલા હુમલા બાદ તેઓને હોસ્પિટલે ખસેડાયા હતા તો ઈજાગ્રસ્તોના પરિવારજનો દ્વારા ભેસ્તાન પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *