સુરતમાં ફરી એક કપુતનો પિતા પર જીવલેણ હુમલો
ઉધનામાં કપડા લેવા માટે પિતાએ રૂપિયા ન આપતા હુમલો
ઈજાગ્રસ્ત હાલતમાં પિતાને સારવાર માટે સિવિલમાં ખસેડાયા
સુરતમાં ફરી એક કપુતનો પિતા પર જીવલેણ હુમલો સામે આાવ્યો છે. ઉધનામાં કપડા લેવા માટે પિતાએ રૂપિયા ન આપતા પુત્રએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા ઈજાગ્રસ્ત હાલતમાં પિતાને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતો.
સુરતમાં કપુતનો કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના ઉધનામાં આવેલ અશોક સમ્રાટ નગરમાં રહેતા અશોક આગલે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તો અશોક આગલે પાસે 27 વર્ષીય પુત્ર ધીરજ કપડાં લેવા પૈસા માંગી રહ્યો હતો જો કે અશોકએ પૈસા નહીં આપતા કપુતે પિતાને અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને ત્યારબાદ રાત્રી દરમિયાન પિતા અશોક ઘરમાં હતા ત્યારે પુત્ર ધીરજે ચપ્પુ વડે હુમલો કરી 4 ઘા ઝીંકી દીધા હતાં. જેથી પિતા અશોક આગલેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનુ તાત્કાલિક ઓપરેશન કરાયુ હતું. તો કપુત એવા પુત્ર ધીરજ સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ પરિવારે કરી હતી. હાલ તો પોલીસે પિતા પર ચપ્પુ વડે હુમલો કરનાર પુત્ર ધીરજની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો છે.
