સુરતના મહુવા સુગર ખાતે અગત્યની બેઠક મળી
કૃષિ મંત્રી અને નાણામંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી
કાવેરી સુગરની કથડથી પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી
સુરત જિલ્લા ના મહુવા સુગર ખાતે રાજ્યના કૃષિ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને રાજ્યના નાણામંત્રી કનુ ભાઇ દેસાઈ ની અધ્યક્ષતામાં સહકારી આગેવાનો સાથે અગત્યની બેઠક મળી હતી દક્ષિણ ગુજરાતમાં વ્યારા વલસાડ તેમજ કાવેરી સુગરની કથડથી પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાતમાં સુરતમાં મોટાપાયે સહકારી પ્રવૃત્તિઓ કાર્યરત છે અને જેમાં પણ ખાંડ ઉત્પાદન કરતી બહારથી વધુ સુગર મિલો છે જોકે ઘણા સમયથી દક્ષિણ ગુજરાતમાં અને તેમાં પણ સુરત તાપી નવસારી જિલ્લામાં આવેલ સહકારી પ્રવૃત્તિઓ ખાળે જતા સહકારી આલમમાં ચિંતા ઉઠી હતી જેને પગલે રાજ્ય સરકાર ગંભીરતા લે અને હસ્તક્ષેપ કરે એ માટે સુમુલ ડેરી સુરતના ચેરમેન માનસિંગ પટેલે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી જેને પગલે સહકાર અને નાણામંત્રી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. મહુવા સુગર ખાતેની આજની બેઠકમાં કૃષિમંત્રી અને નાણામંત્રી સાથે ચોર્યાસી ના ધારાસભ્ય સંદીપ દેસાઈ અને મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા. સુરત જીલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભરતભાઈરાઠોડ. મહામંત્રી જીગરભાઈ નાયક. તેમજ તમામ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા અને સહકારી ક્ષેત્રના વિવિધ પ્રશ્નોની ચિંતા વ્યક્ત કરી હતી…
