સુરતમાં ચાર નવા લેબર કોડ સામે મજૂર સંગઠનોનો વિરોધ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ચાર નવા લેબર કોડ સામે મજૂર સંગઠનોનો વિરોધ
ઓલ ઇન્ડિયા યુનાઈટેડ ટ્રેડ યુનિયન દ્વારા વિરોધ
જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી

સુરતમાં ચાર નવા લેબર કોડ સામે મજૂર સંગઠનોનો વિરોધ તેજ બન્યો છે. ઓલ ઇન્ડિયા યુનાઈટેડ ટ્રેડ યુનિયન દ્વારા વિરોધ નોંધાવી કલેકટરને આવેદન પાઠવાયું છે.

સુરત શહેરમાં નવા લેબર કોડને લઈને મજૂરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઓલ ઇન્ડિયા યુનાઈટેડ ટ્રેડ યુનિયનના બેનર હેઠળ કામદારો મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન નવા લેબર કોડ પાછા ખેંચો જેવા નારા લગાવવામાં આવ્યા હતા. યુનિયનના આગેવાનોનું કહેવું છે કે આ કોડ મજૂર અને કામદાર વિરોધી છે અને કામદારોના અધિકારોને નબળા બનાવે છે. સાથે સાથે કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની પણ જોરદાર માંગ ઉઠાવવામાં આવી હતી. કામદારોનું માનવું છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી નોકરીની સુરક્ષા ઘટે છે અને શોષણ વધે છે. આ સમગ્ર મામલે, યુનિયન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી અને સરકારને આ કોડ તાત્કાલિક પાછા ખેંચવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *