સુરત મહિધરપુરા પોલીસ મથકમાં નાસતા ફરતા આરોપી
33 કિલો ગાંજાના ગુનામાં 2 વર્ષથી નાસતા ફરતા આરોપી
અર્જુન ત્રીનાથ પ્રધાનને ઓરિસ્સાના ગંજામથી ઝડપી પાડ્યો
સુરત મહિધરપુરા પોલીસ મથકમાં પકડાયેલા 33 કિલો ગાંજાના ગુનામાં 2 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઓરિસ્સાના ગંજામથી ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ એનડીપીએસના ગુનાઓ ઉકેલી કાઢવા અને એનડીપીએસના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા વિવિધ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની એનડીપીએસ સ્કોડની ટીમે બાતમીના આધારે મહિધરપુરા પોલીસ મથકમાં ઝડપાયેલા 33 કિલો ગાંજાના ગુનામાં 2 વર્ષથી નાસતા ફરતા આરોપી એવા ઓરિસ્સાના ગંજામના અર્જુન ત્રીનાથ પ્રધાનને ગંજામ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો મહિધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
