સુરત શહેરમાં એસીબીનો ઝપાટો,
એસએમસીનો કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા 5,000 ની લાંચ લેતા ઝડપાયો
વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવા માંગી હતી લાંચ
સુરત મહાનગર પાલિકાની કતારગામ ઝોનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો યુવાન 5 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે.
સુરત મહાનગર પાલિકાની કચેરીમાં ફરી ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે. વાત એમ છે કે સુરત મહાનગર પાલિકાની કતારગામ ઝોનમાં આવેલ આકારણી વિભાગમાં ફરિયાદીએ પોતાનુ નામ ટ્રાન્સફર કરાવવા માટે અરજી કરી હતી. જે અરજીને લઈ કતારગામ ઝોનમાં આકારણી વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા કરાર આધારિત રાહુલ રામ આશિષ પાલએ વેરાબીલમાં નામ ટ્રાન્સફર કરવા માટે 5 હજારની લાંચની માંગણી કરી હતી જે અંગે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ ગોઠવેલા છટકામાં લાંચીયો રાહુલ પાલ આબાદ ઝડપાઈ ગયો હતો જેથી એસીબીએ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
