સુરત : સૂતેલી હાલતમાં જ પ્રેમિકાને પતાવી દીધી

Featured Video Play Icon
Spread the love

સુરત : સૂતેલી હાલતમાં જ પ્રેમિકાને પતાવી દીધી
બે વર્ષથી સાથે રહેતા હતા ને ઘરકાંકાસમાં ગળે ટૂંપો આપ્યો,
હત્યા કરી ભાગી ગયેલા પ્રેમીની ધરપકડ

 

સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત મામલે પરિવારજનોએ હત્યાની શંકા વ્યક્ત કર્યા બાદ પોલીસે પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ દાહોદના વતની અને હાલ સુરતમાં પાલનપોર જકાતનાકા વિસ્તારમાં આવેલ શ્રીજીનગરીમાં રહેતા રાહુલ મચ્છાર મજુરી કામ કરી અસ્મિતા અને એક સંતાન સહિતના પરિવાર સાથે રહેતો હતો. બે વર્ષ પહેલા રાહુલ અસ્મિતાને ભગાડીને સુરત લાવ્યો હતો. ત્યારથી બંને સાથે જ રહેતા હતા અને તેઓને એક સંતાન પણ છે. રાહુલ મજુરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો. દરમિયાન સોમવારે સવારે અસ્મિતા ઘરે રૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી. જેથી તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવતા મોતને ભેટી હતી. રાંદેર પી.આઈ. એમ.કે. ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, તપાસને આધારે સોમવારે રાતે આ મામલે રાહુલની વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને ફરાર થયેલા રાહુલને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *