અપહરણ કેસનો ફરાર આરોપી રાજવીર ઝડપાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચે રાજવીરને ઝડપી પાડ્યો
ચિઠોડા અપહરણ કેસનો આરોપી સુરતથી ઝડપાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાબરકાંઠાના ચિઠોડા પોલીસ મથકમાં અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપી રાજવીરને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા તહેવારો સમયે શાંતિ અને સલામતી જાળવી રાખવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મેદાને છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની વાહન ચોરી સ્કવોડની ટીમે બાતમીના આધારે સાબરકાંઠાના ચિઠોડા પોલીસ મથકમાં અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપી રાજવીર મનોહરસિંગ દરોગાને અમરોલી વિસ્તારમાંથી ઝડપી પાડી તેનો કબ્જો સાબરકાંઠા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
