સુરત જિલ્લામાં ચોમાસાની સ્થિતિને લઈ વહીવટી તંત્ર એલર્ટ

Featured Video Play Icon
Spread the love

સુરત જિલ્લામાં ચોમાસાની સ્થિતિને લઈ વહીવટી તંત્ર એલર્ટ
ઉકાઈ ડેમની સ્થિતિ પર સતત નજર
જિલ્લા કલેક્ટર તેજસ પરમારે કહ્યું કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત

સુરત જિલ્લામાં ચોમાસાની સ્થિતિને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં હોય તેમ જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતુ કે ઉકાઈ ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, તમામ તાલુકા કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે.

સુરત જિલ્લામાં ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં હોય તેમ સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગોને સજ્જ રાખવામાં આવ્યા છે. જિલ્લામાં વર્તમાન સિઝનમાં સરેરાશ 382.25 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે આજે સવારે 6 વાગ્યાથી સરેરાશ 4.5 મિમી વરસાદ નોંધાયો છે.

કામરેજ, ચોર્યાસી, પલસાણા, મહુવા અને ઓલપાડ તાલુકામાં વધુ વરસાદ નોંધાયો હોવાનું જણાવાયું છે. વરસાદનું પ્રમાણ છેલ્લા બે દિવસથી ઘટ્યું હોવા છતાં આઈએમડી તરફથી મળતી દર ત્રણ કલાકની આગાહીના આધારે તંત્ર સતત પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે. જિલ્લાના તમામ તાલુકા કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે અને કોઈપણ આપત્તિ સમયે ફાયર બ્રિગેડ સહિતની તમામ ટીમોને એલર્ટ રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *