સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવકને માર માર્યો
કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર
વીડિયોની સત્યતા ચકાસવા માટે એફએસએલની મદદ લેવાશે
સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવકને માર મારવાનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી છે. જોકે, આ મામલે પોલીસે મહત્વની સ્પષ્ટતા કરી છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવાનને ઢોર માર મારવાના નામે વાયરલથયેલા કથિત વિડીયો અંગે પોલીસે જણાવ્યુ હતું કે નવી સિવિલ હોસ્પિટલના રેકોર્ડ અને અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં યુવકનું મૃત્યુ મારપીટના કારણે થયું હોવાનું સામે આવ્યું નથી. બીજી તરફ વાયરલ થયેલા વીડિયોને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. વીડિયો ખરેખર ક્યાંનો છે, તે ક્યાંથી ડાઉનલોડ થયો છે અને વીડિયોમાં સંભળાતો ઓડિયો કોનો છે, તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. વીડિયોની સત્યતા ચકાસવા માટે એફએસએલની મદદ લેવામાં આવશે. સાથે જ મેટા અને સાયબર સેલ મારફતે પણ વીડિયોને લઈને ફોલોઅપ કરવામાં આવી રહ્યું છે. પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને સમર્થન આપતા હાલ કોઈ વૈજ્ઞાનિક કે મૌખિક પુરાવા પોલીસને મળ્યા નથી. સૌથી મહત્વની વાત એ છે કે વાયરલ વીડિયોમાં દેખાતી જગ્યા અને વીડિયોમાં દેખાતી વ્યક્તિ મૃતક જ છે કે નહીં, તેની પણ હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
