ભાવનગરના થોરડી નજીક દુઃખદ ઘટના બની,

Featured Video Play Icon
Spread the love

ભાવનગરના થોરડી નજીક દુઃખદ ઘટના બની,
ભારે વરસાદમાં બે બાઈક સાથે 3 વ્યક્તિઓ તણાયા
2 યુવાનોનો આબાદ બચાવ થયો

ભાવનગરના થોરડી નજીક દુઃખદ ઘટના બની, ગઈકાલ રાત્રિના સમયે ભારે વરસાદમાં બે બાઈક સાથે 3 વ્યક્તિઓ તણાયા

ભાવનગરના થોરડી નજીક ગઈકાલ રાત્રિના સમયે ભારે વરસાદમાં બે બાઈક સાથે 3 વ્યક્તિઓ તણાયા જેમાં 2 યુવાનોનો આબાદ બચાવ થયો અને એક વ્યક્તિ પાણીમાં ગરકાવ થયા છે. જે ઘટનાનું જાણ થતા ફાયર, પોલીસ, NDRF અને મામતદાર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા, ઘટનાના પગલે NDRF ની ટીમ, ફાયર તેમજ સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી આજે વહેલી સવારથી સ્થાનિક તરવૈયા અને NDRF દ્વારા શોધખોળ હાથ ધરી જેમાં બાઈક સાથે તણાયેલા વ્યક્તિ દિલીપભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું. જોકે આશરે 18 કલાકની ભારે જહેમત બાદ દિલીપભાઈ રાઠોડનો મૃતદેહ બાવળની કાંટમાંથી મળી આવ્યો હતો. બનાવને પગલે મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *