સુરત ધામદોડ ગામમાં બુટલેગરે દારૂ એવી જગ્યાએ છુપાવ્યો કે તમે વિચારી પણ નહિ શકો

Spread the love

ગુજરાતમાં દારૂબંધી છે અને કડક કાયદો પણ અમલમાં છે છતાં બૂટલેગરો દ્વારા દારૂ ઘુસાડવા માટે અવનવા કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે. સુરત જિલ્લાના ધામદોડ ગામની સીમમાં આવેલા ભગવતી ડેરી ફાર્મની પાછળ અવાવરૂ જગ્યામાં અંડર ગ્રાઉન્ડ ટેંકમાં છુપાવેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂપિયા 20.88 લાખની મત્તા જપ્ત કરી હતી તેમજ ઘટનામાં પોલીસે દારૂનો જથ્થો મગાવનાર અને દારૂનો જથ્થો લેનાર 8 લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


કોસંબા પોલીસને માહિતી મળી હતી કે અમદાવાદથી સુરત જતા રોડની ડાબી સાઈડે આવેલી ભગવતી ડેરી ફાર્મની બાજુમાં આવેલી બાવળોવાળી ખુલ્લી જગ્યામાં કીમ ગામના રહેવાસી દિવ્યેશ હરેશ કાલસરિયાએ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે અને એક્સયુવી ગાડીમાં દારૂનો જથ્થો લઈ જઈ ભરૂચ જિલ્લાના બૂટલેગરોને આપવાનો છે. આ માહિતીના આધાર પોલીસે અલગ-અલગ ટીમ બનાવી દરોડો પાડ્યો હતો. પોલીસે અહીં દરોડો પાડ્યો ત્યારે પોલીસથી દારૂના જથ્થાને બચાવવા બૂટલેગર દ્વારા જમીનમાં સંતાડી દેવામાં આવ્યો હતો. જોકે પોલીસે ખેતરમાં જમીન ખોદીને સંતાડવામાં આવેલા અંડર ગ્રાઉન્ડ ટેન્કને શોધી કાઢી હતી. જેમાંથી લાખોનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો.


પોલીસે ઘટના સ્થળથી રૂ.5 લાખની કિંમતની એક્સયુવી ગાડી તેમજ રૂૂ.15.88 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂ.20.88 લાખની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનામાં પોલીસે દારૂનો જથ્થો મગાવનાર દિવ્યેશ હરેશભાઈ કાલરિયા તેમજ દારૂનો જથ્થો લેનાર ભરૂચ જિલ્લાના કિશન મના વસાવા – રોહિત મના વસાવા – ધ્રુવકુ નિલેશ પટેલ – હરેશ પ્રભુ વસાવા – વિજય દલપત વસાવા – કિશન અશોક ચૂડાસમા – ચંદ્રેશ ઉર્ફે ચંદ્રો કરસન વસાવા મળી કુલ 9 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે કોસંબા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *