શ્યામ સંગીની માર્કેટમાં આગ મામલે મોટો ખુલાસો

Featured Video Play Icon
Spread the love

શ્યામ સંગીની માર્કેટમાં આગ મામલે મોટો ખુલાસો
સીસીટીવીમાં કેદ: શખ્સે જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવી
સારોલી માર્કેટ આગ: અકસ્માત નહીં, આગ લગાવ્યાની આશંકા
આગ લગાવતો શખ્સ સીસીટીવીમાં કેદ, સારોલી પોલીસમાં ફરિયાદ

સુરતના સારોલીમાં આવેલી શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી ભીષણ આગ મામલે મોટો ઘટસ્ફોટ થયો હોય તેમ આગ અકસ્માતે નહીં પરંતુ કથિત રીતે લગાવવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. માર્કેટના છઠ્ઠા માળે એક શખ્સ જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવતો સીસીટીવી કેમેરામાં કેદ થતા સારોલી પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ છે.

સુરતના સારોલી ખાતે આવેલી શ્યામ સંગીની માર્કેટમાં આગ અચાનક કે અકસ્માતે નહીં લાગી હતી પરંતુ આગ લગાવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભીષણ આગે માર્કેટમાં તબાહી મચાવી દીધી હતી, પરંતુ હવે સામે આવેલા સીસીટીવી ફૂટેજે આખી ઘટનાને નવો વળાંક આપ્યો છે. સીસીટીવીમાં એક શખ્સ માર્કેટના છઠ્ઠા માળે પહોંચ્યો હતો અને જ્વલનશીલ પ્રવાહી છાંટ્યા બાદ આગ ચાંપતો જોવા મળ્યો છે. મોઢા પર સફેદ રૂમાલ બાંધીને આવેલા આ શખ્સે રાત્રે 12 વાગીને 20 મિનિટે આગ લગાવી અને માત્ર ચાર મિનિટ બાદ એટલે કે 12 વાગીને 24 મિનિટે ફરાર થઈ ગયો હતો. આ આગ એટલી વિકરાળ હતી કે ધુમાડા અને ફાયર બ્રિગેડના પાણીના કારણે ચાર મોટા વેપારીઓનો અંદાજે 24 કરોડ રૂપિયાથી વધુનો કાપડનો માલ ખાખ થઈ ગયો હતો. છઠ્ઠા માળે આવેલી આશરે 17 દુકાનો, બિલ્ડિંગના સ્ટ્રક્ચર અને વાયરિંગને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સમગ્ર મામલે ફરિયાદના આધારે સારોલી પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે આગ લગાવનાર શખ્સની શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *