માંડવીમાં મહાકાલ સેના દ્વારા શિવરાત્રી પર્વની ભક્તિ ભાવ માહોલમાં રંગે ચંગેઉજવણી કરાય
માંડવી મહાકાલ સેના દ્વારા શિવરાત્રી પર્વ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી કરાય.
માંડવી નગરમાં આજરોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે નગરના તમામ શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદ થીગુંજી થયા હતા અને ભક્તોએ દર્શનનો લાભ લઇ પાવન થયા હતા જેમાં માંડવી નગરમાં મહાકાલ સેના દ્વારા છેલ્લા ચાર વર્ષથી મહાશિવરાત્રીની ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવે છે
આ વર્ષે નીલકંઠેશ્વર મહાદેવ અને દયારામ મહાદેવના પટાંગણમાં લઘુરુદ્રનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું તેમાં 60 યુગલો એ ભાગ લીધો હતો તેમજ ફરાર ની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ બપોરે ત્રણ કલાકે બળદગાડામાં શોભાયાત્રા કાઢવામાં આવી આવી હતી જેમાં કાંતારા થીમ પર કલાકારો એ સુપડી વિસ્તાર ખાતે એમની આકર્ષક કરતબ બતાવી હતી જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ જોડાયા હતા. આ વર્ષે શિવરાત્રી પર્વ નિમિત્તે સેવા સપ્તાહ ઉજવવામાં આવી હતી જેમાં સળંગ સાત દિવસ સુધી ગરીબ જરૂરિયાતમંદ, ભિક્ષુકો, પ્રજ્ઞા ચક્ષુ તેમજ હોસ્પિટલ દર્દીઓને ભોજન કરવામાં આવ્યું હતું. આવો જ સહયોગ લોકો દ્વારા મળશે તો દર શનિવારે કાયમ માટે સેવા કાર્ય ચાલુ રાખીશું. માંડવી નગરજનો હંમેશા માટે સહયોગ આપે છે જે બદલ મહાકાલ સેના ખરા હૃદય પૂર્વક આભાર માને છે..
