સુરતીઓના આરોગ્ય સાથે ચેંડા કરનારાઓ સામે તપાસ
મનપાના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી
ઘી અને માવાના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવ્યા
સુરતીઓના આરોગ્ય સાથે ચેંડા કરનારાઓ સામે મનપાના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે ત્યારે સુરતના શ્રીજી ઘી પાર્લર, ગુરૂકૃપા ટ્રેડિંગ અને ગોપાલ ટ્રેડર્સમાંથી લેવાયેલા ઘી અને માવાના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે.
સુરતવાસીઓના આરોગ્ય સાથે ચેડાં કરતી સંસ્થાઓ વિરુદ્ધ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને હેલ્થ ઓફિસરના સીધા માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કડક તપાસમાં શહેરની 3 મોટી ખાણી-પીણીની સંસ્થાઓના નમૂના ફેલ જાહેર થયા છે. જેમાં વરાછાની ગોપાલ ટ્રેડર્સમાંથી લેવાયેલ ઘીનુ સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવ્યુ હતું. તો ભટારની શ્રીજી ઘી પાર્લરનુ દેશી ઘીનુ સેમ્પલ પણ અનસેફ આવ્યુ છે. જ્યારે સીમાડાની વરના દુધના માવાનુ સેમ્પલ પણ સબ સ્ટાન્ડર્ડ આવ્યુ હતું. ત્રણેય સંસ્થાઓ સામે ફૂડ એડજ્યુકેટિંગ એક્ટ હેઠળ કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ છે. તો છેલ્લા એક વર્ષમાં આરોગ્ય અને ફૂડ વિભાગે 2200 સેમ્પલ કલેક્ટ કર્યા હતા જેમાંથી 140 સંસ્થાઓના સેમ્પલ ફેલ આવ્યા છે.
