ડાંગમાં પોક્સો કેસમાં નિર્દોષ છૂટેલા શિક્ષકની પુનઃનિમણૂક

Featured Video Play Icon
Spread the love

ડાંગમાં પોક્સો કેસમાં નિર્દોષ છૂટેલા શિક્ષકની પુનઃનિમણૂક
બરમ્યાવડ ગામે શિક્ષક સામે દુષ્કર્મનો હતો આરોપ
શિક્ષકની પુનઃનિમણૂક સામે ગ્રામજનોનો આક્રોશ ફૂટ્યો

ડાંગના બરમ્યાવડમાં POCSO કેસમાં સંડોવાયેલ શિક્ષકની પુનઃનિમણૂક સામે ગ્રામજનોનો આક્રોશ ફૂટ્યો છે.

મળતા અહેવાલ પ્રમાણે ડાંગના બરમ્યાવડમાં વર્ષ 2024 માં શાળામાં અભ્યાસની સાથે હોસ્ટેલમાં રહેતી માસૂમ સાથે દુષ્કર્મનો આરોપ શિક્ષક પર લાગ્યો હતો, તો બીજી તરફ આ જ શિક્ષકની ફરીથી આ જ સ્કૂલમાં પુનઃનિમણૂક કરવામાં આવી હતી. વાલીઓના જણાવ્યા મુજબ જો આ શિક્ષક ફરી શાળામાં આવશે, તો તેમના બાળકોની સુરક્ષા અને ભવિષ્ય જોખમમાં મુકાશે તો આ શિક્ષકને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો અને વાલીઓએ કરી છે.

વર્ષ 2024માં જે શિક્ષક વિરુદ્ધ હોસ્ટેલની બાળકી સાથે દુષ્કર્મ અને POCSO હેઠળ ગુનો નોંધાયો હતો, તો બીજી તરફ શિક્ષક મધુકર રામજીભાઈ રાઠોડને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા, અને તંત્ર દ્વારા ફરી આજ શાળામાં હાજર કરવાનો આદેશ સામે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *