સુરતના જહાંગીરપુરાની સોસાયટીમાં પતંગની દોરીથી બાળકનું મૌત

Featured Video Play Icon
Spread the love

સુરતના જહાંગીરપુરાની સોસાયટીમાં પતંગની દોરીથી બાળકનું મૌત
જહાંગીરપુરા વિસ્તારની આનંદ વિલા સોસાયટીમાં બની ઘટના
15 સેકન્ડમાં જ બાળકનુ મોત નિપજ્યુ

સુરતના જહાંગીરપુરાની સોસાયટીમાં સાયકલ ચલાવી રહેલા બાળકના ગળામાં પતંગનો દોરો આવી જતા 15 સેકન્ડમાં જ બાળકનુ મોત નિપજ્યુ હતુ તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

સુરતમાં આ વખતે પણ ઉત્તરાયણનો કાતિલ દોરો જીવલેણ સાબિત થયો છે. જેમાં અનેકની જિંદગીનો ભોગ લેવાયો છે. તો વધુ એક ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. જહાંગીરપુરા વિસ્તારમાં પતંગની કાતિલ દોરીએ એક 8 વર્ષના નિર્દોષ બાળકનો જીવ લેતા સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હચમચાવી ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. વાત એમ છે કે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી આનંદ વિલા સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની અમોલભાઈ બોરસેનો 8 વર્ષનો પુત્ર રેહાન્સ આ અકસ્માતનો ભોગ બન્યો હતો. રેહાન્સ તેના પરિવારનો એકનો એક લાડકવાયો દીકરો હતો અને ધોરણ 3 માં અભ્યાસ કરતો હતો. તો ઉત્તરાયણની રજાએ રેહાન્સ સોસાયટીમાં સાયકલ ચલાવી રહ્યો હતો ત્યારે પતંગનો કાતિલ દોરો તેના ગળામાં આવી જતા તે 15 સેકન્ડમાં જ ઢળી પડ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. તો તહેવારના માહોલમાં પુત્રના અકાળે અવસાનથી પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *