ભરૂચમાં શાળા વાહનોના આડેધડ પાર્કિંગ પર લાગશે લગામ

Featured Video Play Icon
Spread the love

ભરૂચમાં શાળા વાહનોના આડેધડ પાર્કિંગ પર લાગશે લગામ
જિલ્લા શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર જાહેર
દરેક શાળા સંચાલકો માટે કમ્પાઉન્ડમાં પાર્કિંગ વ્યવસ્થા ફરજિયાત

ભરૂચમાં શાળાના વાહનોના અયોગ્ય પાર્કિંગને કારણે સર્જાતી ટ્રાફિકજામની સમસ્યાને નિયંત્રિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. વિદ્યાર્થીઓને શાળાએ લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા બસ અને વાન જેવા વાહનોના બેફામ પાર્કિંગથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી હતી.

ભરૂચમાં શાળાના વાહનોના અયોગ્ય પાર્કિંગને કારણે સર્જાતી ટ્રાફિકજામની સમસ્યાને નિયંત્રિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. આ સમસ્યાના નિરાકરણ માટે કલેક્ટરે રોડ સેફ્ટી સમિતિની બેઠકમાં કડક સૂચના આપી હતી. તેમણે શાળાના વાહનો માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. આ સૂચનાના પગલે શિક્ષણ વિભાગે તમામ શાળા સંચાલકોને એક મહત્વપૂર્ણ પરિપત્ર જારી કર્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે, ઘણી શાળાઓમાં વાહનો શાળાના પરિસરની બહાર જાહેર માર્ગો પર પાર્ક કરવામાં આવે છે. આના કારણે સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રાફિકજામની સમસ્યા વધુ ગંભીર બને છે.

તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે, તેઓ તેમના ટ્રાન્સપોર્ટેશન વાહનો માટે શાળાના પરિસરમાં અથવા જાહેર માર્ગને અવરોધ ન થાય તેવી યોગ્ય જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા ગોઠવે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને મૂકવા-લઈ જવા આવતા વાલીઓને પણ વ્યવસ્થિત રીતે વાહન પાર્ક કરવા અને ભીડ ન કરવા માટે માર્ગદર્શન આપવું પડશે.આ સૂચનાઓના અમલ માટે સંબંધિત અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જો કોઈ શાળા આ નિયમોનું પાલન નહીં કરે, તો નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *