કચ્છના રાપર તાલુકામાં ખાતર માટે પડાપડી

Featured Video Play Icon
Spread the love

કચ્છના રાપર તાલુકામાં ખાતર માટે પડાપડી
ખેંગારપર ગામમાં ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગી
સવારના 5 વાગ્યાથી ખેડૂતો લાઈનમાં લાગ્યા

સારા વરસાદ બાદ શિયાળુ પાક માટે ખેડૂતોએ આગોતરી ખરીદી કરવા સમયનો સદ્ઉપયોગ કરી ખાતર ખરીદ કરી રહ્યા છે. હાલ ખાતરનું વિતરણ રાપર ખાતે ચાલી રહ્યું છે. એક સાથે ખેડૂતો ખાતર ખરીદવા ઉમટી પડતાં ખાતરની તંગીના કારણે લાઈનો લાગી છે.

રાપર તાલુકાનાં ખેડૂતો શિયાળુ પાક માટે નગરના ખરીદ વેચાણ સંઘ તેમજ અન્ય સહકારી સંઘ મંડળીમાં ખાતર મેળવવા પહોંચ્યા હતા અને લાંબા સમય બાદ એક સાથે શરૂ થયેલી ખાતર વિતરણ પ્રક્રિયાને લઇ મોટી સંખ્યમાં ખેડૂતો ખાતર મેળવવા ઉમટી પડ્યા હતા. કચ્છના રાપર તાલુકામાં ખાતર માટે પડાપડી કરતા ખેડૂતે ખાતર ખરીદવા લાઈનોમાં પોતાનો ક્રમ કતારમાં પગરખાં ગોઠવીને નક્કી કર્યો હતો. ખાતરની આછાટના કારણે ખેંગારપર ગામમાં ખાતર માટે ખેડૂતો સવારના 5 વાગ્યાથી ખેડૂતો લાઈનમાં લાગ્યા છે અને સરકાર સામે રોષ ઠાલવી રહ્યાં છે

સરકારના એગ્રો વિભાગ તરફથી ખાતર પુરવઠો વ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે માટે વિતરણ પ્રક્રિયા ઝડપી બને તો ખેડૂતોને ખાતર મેળવવા સરળતા રહે તેવો મત ખેડૂતોમાં પ્રવર્તી રહ્યો છે. ખાતર પુરવઠાની અછતના કારણે ખેડૂતોને શિયાળુ પાક લેવામાં પડતી મુશ્કેલીના કારણે સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *