કામરેજના જોખા ગામ નજીક ફાયરિંગની ઘટનાનો મામલો
પ્રથમ તબક્કે આરએફઓ સોનલ સોલંકીનો અકસ્માત થયાની વાત
ઇજાગ્રસ્ત સોનલ સોલંકીને હોસ્પિટલમાં સવાર અર્થે ખસેડાય
સુરત કામરેજના જોખા ગામ નજીક ફાયરિંગની ઘટનાનો મામલો સામે આવ્યો છે, પ્રથમ તબક્કે આરએફઓ સોનલ સોલંકીનો અકસ્માત થયાની વાત કામરેજ કરી છે ત્યારે પોલીસે ઇજાગ્રસ્ત સોનલ સોલંકીને સુરત ની પી.પી.સવાણી
હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે સુરત કામરેજના જોખા ગામ નજીક આરએફઓ સોનલ સોલંકીને માથામાં ગોળી વાગવાની ઘટના સામે આવી છે જેમાં હોસ્પિટલના તબીબે માથાના ભાગે ગંભીર ઇજા હોય સર્જરી કરતા સોનલ સોલંકીના માથાના ભાગેથી બુલેટ નિકળતા તબીબે પોલીસને જાણ કરી હતી, હાલ સોનલ સોલંકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ફરજ પરના તબીબે સોનલ સોલંકીની હાલત જોતા ૪૮ કલાક ઓબઝરવેશનમાં રાખ્યા છે. હાલ સોનલ સોલંકી બેભાન હાલતમાં હોય જ્યારે ભાનમાં આવશે ત્યાર આખી ઘટના શું હતી એ બાબત પરથી રહસ્ય બહાર આવશે.
