દાહોદમાં છઠ્ઠા નોરતે જ ખેલૈયાઓ ફૂલ જોશમાં જોવા મળ્યાં

Featured Video Play Icon
Spread the love

દાહોદમાં છઠ્ઠા નોરતે જ ખેલૈયાઓ ફૂલ જોશમાં જોવા મળ્યાં
ઇલેકટ્રીક સિરીંજોની નયનરમ્ય ઝાકમઝોળ દિવસ જેવો માહોલ
રામાનંદ પાર્ક માં નવરાત્રી મહોત્સવની ઉજવણીમાં ખેલૈયાઓ ઘેલા બન્યા
ધોધમાર વરસાદમાં પણ ખૈલયાઓ ગરબાની રમઝટ જમાવી
છઠ્ઠા નોરતે મેઘરાજાએ પણ દસ્તક આપી હતી

નવરાત્રી પર્વની સમગ્ર રાજ્યમાં રંગેચંગે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. નવરાત્રી પર્વની ગુજરાતીઓ વિશેષ ઉમંગ, ઉત્સાહ અને આસ્થાથી ઉજવણી કરે છે.દાહોદ માં અનેક સ્થળોએ પ્રાચીન ગરબાથી માતાની આરાધના કરવામાં આવે છે.

કેટલાક સ્થળોએ આર્વાચીન રાસ ગરબાની રમઝટ ખૈલેયાઓ માણે છે. અર્વાચીન ગરબા રમવાની મજા સાથે મોટી સંખ્યામાં લોકો જોવા માટે આવે છે. શહેરમાં નવરાત્રી મહોત્સવની રંગે ચંગે ઉજવણી થઈ રહી છે અને પ્રાચીન ગરબીની સાથે સાથે અર્વાચીન ગરબા મહોત્સવ પણ ધૂમ મચાવી રહ્યા છે. દાહોદ માં છઠ્ઠા નોરતે જ ખેલૈયાઓ ફૂલ જોશમાં જોવા મળ્યાં હતાં. રાત્રિના ઘોર અંધકાર વચ્ચે અદ્યતન લાઇટીંગ ડેકોરેશન, ફલડ લાઇટ, ઇલેકટ્રીક સિરીંજોની નયનરમ્ય ઝાકમઝોળ દિવસ જેવો માહોલ જમાવીને વાતાવરણમાં ધાર્મિકતાનો સૂર છવાયો છે. ખેલૈયાઓ ગુજરાતી ગરબાના સુરમાં તલ્લીન કરી દીધા છે. ‘‘પાવલી લઇને હું તો પાવાગઢ ગઇતી પાવાગઢ વાળી મને દર્શન દે, નહિ તો મારી પાવલી પાછી દે’’, ‘‘ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા..’’. ‘‘તારા વિના શ્યામ મને એકલડુ લાગે…. ’’ ‘‘હું તો ગઇતી મેળે’’, ‘‘ઇંધણા વીણવા ગઇ‘તી મોરી સૈયર’’, ‘‘અમો કાકા બાપાના પોરીયા ટીમલીમાં રમીયે’’, જેવા સોંગ પર રાસ-ગરબાની રસલ્હાણ જામી છે. ડીજે અને ઢોલના તાલે યુવક-યુવતિઓ, ખૈલૈયાઓ ગરબે ધુમવામા લયલીન બન્યા છે.પાવલી લઈને હું તો.. જેવા ગીતો પર છઠ્ઠા નોરતે દાહોદિયન ખેલૈયાઓ બન્યા ઘેલા, શનિવારે છઠ્ઠા નોરતે ‌રામાનંદ પાર્ક, મા શક્તિ ગરબા ગ્રુપ, વ્રજધામ ગરબા ગ્રુપ, શ્રી મહાકાલ ગ્રુપ માં નવરાત્રિની ધૂમ જામી હતી. અનેક ખૈલૈયાઆઓ ડી.જે તેમજ આરોહી મ્યુઝિક ગ્રુપ ના તાલે ઝુમ્યા હતા આ ગરબા સેલિબ્રેશન દરમિયાન વિવિધ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દાહોદ માં છઠ્ઠા નોરતે ખેલૈયાઓ ઘેલા બન્યા હતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *