સુરતમાં પૈસાની લેતી દેતી મામલે એકની હત્યા
વરાછા પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
વરાછા પોલીસે વિપુલ શંભુ વાળાની ધરપકડ કરી
પુણા પોલીસ મથકની હદમાં પૈસાની લેતી દેતી મામલે એકની હત્યા કરી ભાગી છુટેલા હત્યારાને વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
સુરતમાં તહેવારોને લઈ પોલીસે પેટ્રોલિંગ વધાર્યુ છે ત્યારે સુરતની વરાછા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પુણા પોલીસ મથકની હદમાં 27 ઓગષ્ટના રોજ રાત્રીના સમયે લાલજી ઉર્ફે લાલો નકુમ આહિરની રૂપિયાની લેતી દેતી મામલે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી ભાગી છુટેલા હત્યારા એવા મુળ ભાવનગરના તળાજાનો અને હાલ પુણાગામ ખાતે સીતારામ સોસાયટી માં રહેતા વિપુલ શંભુ વાળાને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો પુણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
