તાપી જિલ્લામાં યુરિયા ખાતરની અછત થી ખેડૂતોના થયા હાલબેહાલ
ખેડૂતો દ્વારા યુનિયા નહીં મળતા લોકોને રોજગાર છોડી યુરિયા ખાતર
લોકો 24 કલાક થી લાઇનમાં ઊભા રહી ખાતરના રાહ જોઈ રહ્યા છે
તાપી જિલ્લામાં ખેડૂતો દ્વારા યુનિયા નહીં મળતા લોકોને રોજગાર છોડી યુરિયા ખાતર. માટે લાઇનો લગાવી પડે છે જ્યાં અવર નવર ખાતર ની ગાડીઓ આવે છે પરંતુ સ્ટોક ઓછો આવે છે જેથી બધાને ખાતર પૂરું પાડી શકતું નથી જ્યાં લોકો 24 કલાક થી લાઇન માં ઊભા રહી રાહ જોઈ રહ્યા હોય પરંતુ નબર આવતા આવતા યુરિયા ખાતર ખપી જાય છે
શું ખેડૂત ને આવીજ રીતે મજબૂત બનાવશે સરકાર જ્યારે મોટો સવાલ તો એ છે કે ખાતર ખેડૂતો સુધી કેમ મોડું પહોંચે છે ? કયા કારણો સર ખેડૂત ને ખાતર મળતું નથી અને શું છે આ ખાતર ની કહાની ? ખાતર સરકાર તરફ થી નથી આવતું કે પછી વચ્ચે ની એજન્સી ટાઈમ સર પહોંચાડતી નથી?ચાલો જાણીએ ખેડૂતો અને વિક્રેતા શું કહે છે આપણો ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે પણ દેશના ખેડૂત હાલની પરિસ્થિતિમાં દયનીય હાલતમાં મુકાયો છે કારણ છે યુરિયા ખાતરની અછત અને એ અછત તાપી જિલ્લામાં ઠેક ઠેકાણે જોવા મળી રહી છે જેમાં ઉચ્છલ સોનગઢ વાલોડ કુકરમુંડા નિઝર તેમજ આસપાસ માં મડી માંડવી અને બારડોલીમાં પણ આ જ પરિસ્થિતિ છે ત્યારે હાલ સોનગઢની પરિસ્થિતિ અમારા ચેનલના માધ્યમથી આપને જણાવીએ તો વડીલો માતા બહેનો રાત્રી થી કોઈપણ જાતની વ્યવસ્થા વગર પીવાના પાણીની વ્યવસ્થા હોય ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા હોય કે વરસતા વરસાદમાં અને અત્યારે ધમધુકતા તડકામાં ઘરના તમામ કામ પડતા મૂકીને લાઈનમાં ઊભા રહીને પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે ત્યારે જય જવાન જય કિસાનના નારા આપનારા સરકાર આ ખેડૂતોના હિતમાં એમની વ્યવસ્થા માટે કોઈ નક્કર પગલા ઉઠાવે છે કે કેમ તે હવે ખૂબ મોટો પ્રશ્ન છે હાલની ખેડૂતોની પરિસ્થિતિ એવી થઈ છે કે વરસમાં એકવાર લેવા તો પાક હાલ આ યુરિયા ખાતરના અછતના કારણે આખા વર્ષની મહેનત ખોટી જાય તેવી પરિસ્થિતિ ઉત્ભવી છે તેવા સમયમાં સ્થાનિક નેતા સ્થાનિક આગેવાનો ખેડૂતોના વ્હારે આવે અને ખેડૂતોને કોઈપણ રીતે મદદરૂપ થાય તેવી અપેક્ષા પણ આ ખેડૂતો રાખી રહ્યા છે
